વીર બાલ દિવસ નિમિત્તે નાંધઈ પ્રાથમિક શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ

   વીર બાલ દિવસ નિમિત્તે નાંધઈ પ્રાથમિક શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ


ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં વીર બાલ દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભાવ સાથે કરવામાં આવી. વીર બાલ દિવસ અંતર્ગત તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ, ખેરગામના માર્ગદર્શન હેઠળ ચિત્રકામ, રમતગમત તથા વાર્તા-નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. વિશેષ શાળાના બાળકો દ્વારા પ્રેરણાદાયી બાળ નાટિકાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ, યુવા આગેવાન શ્રી આતિશભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ શ્રી ઠાકોરભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા. વીર સાહેબજાદાઓના બલિદાનને સ્મરીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને મૂલ્યશિક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.








































Comments

Popular posts from this blog

ગૌરી, તા.ખેરગામ

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

ઉતરાયણ પર્વની ખુશી અને ક્રિકેટનો રોમાંચ: ખેરગામ તાલુકાના ગૌરીમાં આઠમી ગ્રામ્ય પ્લાસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ