Posts

ગૌરી ગામ ખાતે સિઝન–૮ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

Image
    ગૌરી ગામ ખાતે સિઝન–૮ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આજ રોજ તા. 14/01/2026, બુધવારે ગૌરી ગામ ખાતે ‘જય બજરંગબલી યુવક મંડળ’ તથા ગ્રામ પંચાયત, ગૌરીના સંયુક્ત આયોજન હેઠળ સિઝન–૮ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ફક્ત ગૌરી ગામના યુવાનોની ફળિયા આધારિત ટીમો બનાવી રમવાનું આયોજન હતું, જેમાં કુલ 21 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રમુખશ્રી લિતેશભાઈ ગાંવિત, ડો. સંજયભાઈ પટેલ, વડપાડા ગામના સરપંચશ્રી પંકજભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી જયેશભાઈ, વિસ્તરણ અધિકારીશ્રી રતિલાલ, ફોરેસ્ટરશ્રી રમેશભાઈ, દૂધ મંડળીના પ્રમુખશ્રી ભરતભાઈ, શિક્ષકશ્રી રાયુભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આખા દિવસ દરમિયાન DJના તાલે ગામના યુવાનો, વડીલો, બહેનો, નાના બાળકો તેમજ આજુબાજુના ગામોના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ ગામના તમામ યુવાનો વચ્ચે એકતા, સંપ અને ભાઈચારો જળવાઈ રહે તે હતો. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માન...

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
  ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉ...

ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

Image
   ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 

ખેરગામ ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન

Image
      ખેરગામ ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવનો સુંદર દાખલો તારીખ 30/12/2025ના રોજ ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી કેતનભાઈ પટેલ તથા સહ આયોજકો જયંતીભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા ખેરગામ વિભાગ દ્વારા ભવ્ય રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકામાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુમાર તથા કન્યાઓમાં રમતગમતના મહત્વને ઉજાગર કરવા, તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ તાલુકા, જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામો આ પ્રમાણે રહ્યા: U-14 કુમાર વિભાગ: વિજેતા: જામનપાડા પ્રાથમિક શાળા રનર્સ અપ: કુમાર શાળા, ખેરગામ U-14 કન્યા વિભાગ: વિજેતા: પાટી (PM શ્રી) પ્રાથમિક શાળા રનર્સ અપ: જનતા માધ્યમિક શાળા U-17 ભાઈઓ વિભાગ: વિજેતા: જનતા માધ્યમિક શાળા, ખેરગામ રનર્સ અપ: વાવ માધ્યમિક શાળા U-17 કન્ય...